લિટ્ટે સમર્થકોને નિવસ્ત્ર કરીને ગોળીઓ મરાઈ

શ્રીલંકન સેનાનું અછાજતું કૃત્ય
કોલંબો, બુધ, 26 ઓગસ્ટ 2009( 16:38 IST )
શ્રીલંકામાં એલટીટીઈ સાથે સંઘર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવેલા વીડિયો ફૂટેજે ચકચાર મચાવીને રાખી છે. શ્રીલંકાના પત્રકાર સંગઠને આ વીડિયો રજૂ કર્યો છે જેમાં દેખાડવામાં આવ્યું છે કે, લિટ્ટેના ઘણાબધા સમર્થકોને કપડા ઉતારીને તેમજ તેઓના હાથ પગ બાંધીને તેમને ગોળી મારવામાં આવી રહી છે.
ફૂટેજમાં દેખાડવામાં આવ્યું છે કે, લિટ્ટેના સમર્થકો નગ્નઅવસ્થામાં છે તેઓની આંખો પર કાળી પટ્ટી બાંધીને રાખવામાં આવી છે. તેમજ આ વીડ્યોમાં જે લોકોના હાથમાં બંદુક છે તેઓ શ્રીલંકન સેનાના જવાનો છે જેઓ લોકોને ગોળી મારી રહ્યાં છે.