સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મોત બ્રાઝિલમાં
 
બ્રાઝિલમાં સ્વાઇન ફ્લુથી મરનારની સંખ્યા 557 સુધી પહોંચી ગઇ છે. કોઇ પણ દેશમાં આ મહામારથી મોતનો આંકડો સૌથી વધું છે. યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના અનુસાર અમેરિકામાં 552 લોકો સ્વાઇન ફ્લુના શિકાર બન્યા છે. આ સંક્રમણથી મરનારાઓના મામલે અમેરિકા બીજા સ્થાને છે.

બ્રાઝીલ સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, સ્વાઇન ફ્લુની નવી રસીની ખરીદી, ટેમીફ્લુ, તબીબી ઉપકરણો અને તપાસ કીટ માટે એક અરબ અમેરિકી ડોલર ખર્ચ કરાયો છે.

મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં આ મહામારીથી આ સંક્રમણ દરમાં ઘટાડો નોંધાયો છે. ભારપૂર્વક કહેવાયું છે કે બ્રાઝિલમાં 19 કરોડની વસ્તીને જોતાં આ મહામારીને પગલે બ્રાઝિલ મૃત્યુ દરના મામલે વિશ્વમાં સાતમા સ્થાને આવી ગયું છે.

મંત્રાલયે યૂરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેંશન એન્ડ કંટ્રોલના આંકડાના આધારે જણાવ્યું કે, આર્જેન્ટીના, ચિલી, કોસ્ટારિકા, ઉરૂગ્વે, ઓસ્ટ્રેલિયા અને પૈરાગુવા મૃત્યુદરમાં બ્રાઝિલથી ઉપર છે. મૃત્યુ દરના મામલે અમેરિકા વિશ્વમાં 13મા સ્થાને છે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો