મશહુર લોકપ્રિય ગાય જૈક ઇનગ્રામે સતત લાંબા સમય સુધી રેડિયો ઇન્ટરવ્યુ આપવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ગિનીઝ વિશ્વ રેકોર્ડની મહિલા પ્રવક્તા લાઉરા પ્લનકેટે જણાવ્યું કે, ઇનગ્રામે 24 કલાક સુધી સતત ઇન્ટરવ્યુ આપવાનો નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.
ઇનગ્રામે મંગળવારે સવારે આઠ વાગ્યાથી બુધવારે સવારે આઠ વાગ્યા સુધી 215 ઇન્ટરવ્યુ આપ્યા હતા. આ ઇન્ટરવ્યુ તેણે પોતાના નવા આલ્બમ બીગ ડ્રીમ્સ એન્ડ હાઇ હોપ્સને લોન્ચ કરતાં આપ્યો હતો.
ઇનગ્રામે ન્યૂયોર્કના બ્રુકલીન બ્રિજથી ફોન ઉપર 50 રાજ્યોની વિભિન્ન રેડિયો સેવાઓ સહિત કેનેડા, આર્યલેન્ડ અને ઓસ્ટ્રેલિયન રેડિયોને પણ ઇન્ટરવ્યુ આપ્યા હતા.