અમેરિકાનુ વ્હાઈટ હાઉસ પણ આ વખતે દિવાળીની આતિશબાજીથી ઝળહળશે. શાંતિના નોબલ પુરસ્કારથી સન્માનિત અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા 14 ઓક્ટોબરન રોજ પોતાના મિત્રો સાથે દિવાળી ઉજવશે.
આ પહેલા પણ રાષ્ટ્રપતિ જોર્જ બુશના સમયથી વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવવામાં આવી રહી છે, પરંતુ બુશ પોતે કદી આ કાર્યક્રમમાં જોડાયા નહોતા. આ કાર્યક્રમમાં બુશ પ્રશાસનના કેટલાક અધિકારીઓ જ જોડાતા હતા. પરંતુ આ વખતે આ કાર્યક્રમ વ્હાઈટ હાઉસમાં થશે અને પહેલીવાર તેમા અમેરિકી રાષ્ટ્રપતિ પોતે પણ ભાગ લેશે.