અમેરિકાના રાષ્ટ્રપરિ બરાક ઓબામાએ સ્વાઈન ફ્લૂથી ઉત્પન્ન થયેલ સ્થિતિને શનિવારે 'રાષ્ટ્રીય કટોકટી' ઘોષિત કરી દિધી. અમેરિકામાં આ બિમારીને લીધે 100 કરતાં પણ વધારે લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે કે સંક્રમણના લાખો કેસ નોંધાયા છે.
વ્હાઈટ હાઉસે કહ્યું કે, કટોકટીની ઘોષણા પર રાષ્ટ્રપતિએ ગઈ કાલે હસ્તાક્ષર કર્યા હતાં. ઘોષણા પછી ઉપચારની સુવિધામાં સુધારો થશે.
ઓબામાએ ઘોષણામાં કહ્યું, 2009ની આ મહાબિમારી એચ1એન1નું આક્રમણ સતત ચાલુ છે.