પાકિસ્તાનની જેલમાં એક ભારતીય નાગરિકનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થઈ ગયુ.
માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ જણાવ્યુ કે લાહોરની કોત લખપત જેલમાં ભારતીય નાગરિક સૂરજસિંહનુ શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થઈ ગયુ.
મૃત્યુ વિશે હજુ સુધી કોઈ વિસ્તૃત માહિતી નથી મળી શકી. સૂરજસિંહ છેલ્લા એક વર્ષથી જેલમાં હતા.
બર્નીએ કહ્યુ કે તેની લાશને આજે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવશે. હુ મૃત્યુ બાબતે સ્વતંત્ર અને નિષ્પક્ષ માહિતીની માંગ કરી છે. તેમણે કહ્યુ કે લાશને ત્વરિત ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે.
તેમણે પ્રધાનમંત્રી મનમોહનસિંહ દ્વારા ગઈકાલે બંને દેશોની જેલમાં રહેતા ભારતીય અને પાકિસ્તાની કેદીઓની સમસ્યાઓ સંબંધી વક્તવ્યનુ પણ સ્વાગત કર્યુ.
બર્નીને આશા બતાવી કે બંને દેશ પોત-પોતાની જેલમાં બંધ કેદીઓને પાછા લેવા પગલા ઉઠાવશે.