સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » રાજપક્ષે નેપાળ યાત્રા પર પ્રચંડને મળ્યાં
Feedback Print Bookmark and Share
 

નેપાળની ત્રણ દિવસીય તીર્થ અને રાજકીય યાત્રા પર આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેએ ગુરૂવારે અહીં માઓવાદીઓના પ્રમુખ નેતા પ્રચંડ સાથે મુલાકાત કરી.

રાજપક્ષેને પાકિસ્તાનમાં શ્રીલંકાઈ ક્રિકેટરોં પર થયેલા આતંકી હુમલાના કારણે અગાઉ પોતાની નેપાળ યાત્રામાં કપાત કરવી પડી હતી. એ સમયે તેમને લુંબિની જવાનું હતું પરંતુ તે યાત્રા સ્થગિત કરીને શ્રીલંકા પરત ફરી આવ્યાં હતાં.

નેપાળની ઉપ પ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રી સુજાતા કોઇરાલાએ ગુરૂવાર અહીં પહોંચેલા પ્રંચડની ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આગેવાની કરી. રાક્ષપક્ષેએ બાદમાં નેપાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને માઓવાદી નેતા પ્રચંડ સાથે મુલાકાત કરી. બન્ને વચ્ચે ક્યા મુદ્દે ચર્ચા થઈ તેનું તત્કાલ વિવરણ હજુ પ્રાપ્ત થઈ શક્યું નથી.

ત્રણ દિવસની યાત્રા દરમિયાન રાજપક્ષે નેપાળી રાષ્ટ્રપતિ રામ બરન યાદવ, વડાપ્રધાન માધવકુમાર નેપાળ તથા અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે.
સંબંધિત જાણકારી શોધો