સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » પરમાણુ કરારનો હાલ યોગ્ય સમય : અહમદીનેજાદ
Feedback Print Bookmark and Share
 

ઈરાનના રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે જણાવ્યું છે કે, મોટી તાકાતો સાથે પરમાણુ સહયોગનો યોગ્ય સમય આવી ચૂક્યો છે કારણ કે, આઈએઈએ તરફથી તૈયાર કરવામાં આવેલા પરમાણુ કરારના મુદ્દા પર ઈરાને પોતાનો જવાબ સોંપી દીધો છે.

પોતાના સામાન્ય કટ્ટરપંથી આલાપથી અલગ હટતા અહમદીનેજાદે કહ્યું કે, પશ્ચિમ જગતની નીતિ ટકરાવથી સહયોગની તરફ વધી છે જેણે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સહયોગને સંભવ બનાવ્યો છે.

ઈરાની મીડિયાએ કહ્યું કે, તેહરાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજેંસીથી ઈંધણની આપૂર્તિના પ્રસ્તાવો પર કેટલાક પરિવર્તન ઈચ્છે છે અને સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ દેખરેખ સંગઠનમાં તેના દૂતની આગળ પણ વાતચીતમાં શામેલ રહેવાની સંભાવના છે.

યૂરેનિયમ સંવર્ધનને સ્થગિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વારંવારની ચેતાવણીને ધ્યાન ન આપવાના કારણે પશ્વિમ જગતમાં ટકરાવના રસ્તા પર અત્યાર સુધી ચાલનારા અહમદીનેજાદે જોર આપ્યું કે, તેની સરકાર પરમાણુ કરાર કરવા માટે ઉત્સુક છે.
સંબંધિત જાણકારી શોધો