વ્હાઇટ હાઉસ અને નાસામાં કામ કરી ચૂકેલા અમેરિકાના એ અગ્રણી વૈજ્ઞાનિકને મૃત્યુની સજા મળી શકે છે જેણે ઈઝરાઈલને 20 લાખ ડોલરના ખાનગી દસ્તાવેજો મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
સ્ટીવર્ટ નોજેટ 52 ને એક સ્ટિંગ આપરેશનમાં એ સમયે પકડવામાં આવ્યાં જ્યારે એફબીઆઈનો એક કર્મચારી તેની સામે ઈઝરાઈલના એક અધિકારીના રૂપમાં રજૂ થયો.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર સ્ટીવર્ટ પર ઈઝરાઈલ માટે જાસૂસીનો પ્રયત્ન કરવાના બે કેસ નોંધવામાં આવ્યાં છે. આ આરોપોમાં દોષી સાબીત થવા પર નોજેટને મૃત્યુદંડ મળી શકે છે.