રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ બે દેશોની પોતાની યાત્રાના બીજા ચરણમાં સાઇપ્રસ પહોંચી. તે ભૂમધ્ય સાગર સ્થિત આ દ્રીપની 1988 બાદ યાત્રા કરનારી પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે.
PTI
PTI
પોતાની યાત્રા દરમિયાન તે રાષ્ટ્રપતિ દમેત્રીસ ક્રિસ્ટોફિયાસ સહિત કેટલાયે ટોચના નેતાઓને મળશે.
તાજેતરના વર્ષોમાં સાઈપ્રસમાં રહેનારા ભારતીયોની સંખ્યામાં ઘણી વૃદ્ધિ થઈ છે. 1997 માં જ્યાં 300 થી 400 ભારતીય નિવાસી હતાં તેઓમાં બાદમાં 10 ગણી વૃદ્ધિ થઈ છે.
ત્યાં રહેનારા મોટાભાગના ભારતીય સૉફ્ટવેયર વ્યવસાયી અને વિદ્યાર્થી છે, પ્રતિભા અહીં બ્રિટેનથી પહોંચ્યાં, જ્યાં તેમણે 2010 માં ભારતમાં આયોજિત થનારી રાષ્ટ્રમંડળ રમતોની મશાલ યાત્રાના ઉદ્ધાટનમાં ભાગ લીધો અને બ્રિટિશ વડાપ્રધાન ગાર્ડન બ્રાઉનથી પણ મળી.