અફગાનિસ્તાનમાં કાર્યરત પોતાના કર્મચારીઓની સુરક્ષા માટે દક્ષિણ કોરિયા ત્યાં સૈનિકોને મોકલશે. કોરિયાના વિદેશ વિભાગના હવાલાથી સમચાર એજંસી વૈમે આ માહિતી આપી છે.
અફગાનિસ્તાનમાં પુનનિર્માનના કામમાં પોતાના કર્મચારીઓની સંખ્યા વધારીને 130 કરીને વધુ એક સ્વતંત્ર પ્રાતીય પુનર્નિમાણ દળ સંચાલિત કરવાની યોજનાને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૂન તાઈ-યોગે શુક્રવારે અહીં એક નિવેદનમાં કહ્યુ કે અફગાન સરકારે ઘણા માધ્યમોથી પુનર્નિમાણ અને સ્થિરતાના કાર્યક્રમોમાં સમર્થન વધારવાનો આગ્રહ કર્યો છે. તેથી સરકારે અહીં પુનર્નિમાણ ગતિવિધિઓના વિસ્તારની યોજના બનાવી છે.
મૂને સ્પષ્ટ કર્યુ કે સુરક્ષા બળ કોઈ લડાલૂ કાર્યવાહીમાં ભાગ નહી લે અને ફક્ત પુનનિર્માણના કાર્યમાં લાગેલ કર્મચારીઓની સુરક્ષા કરશે.