હિલેરીના પાક નિવેદન પર વ્હાઈટ હાઉસનુ સમર્થન - ગિબ્સ
અલકાયદા પર કાર્યવાહી કરવામાં પાકિસ્તાનની નિષ્ફળતાની અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન દ્વારા આલોચના કરવા પર વ્હાઈટ હાઉસે આજે પાકિસ્તાની નેતાઓની સાથે તેમની સીધી વાતનુ સમર્થન કર્યુ.
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ રોબર્ટ ગિબ્સે કહ્યુ પાકિસ્તાન અને અમેરિકાને ભયભીત કરનારા હિંસક આતંકવાદીઓના વિરુધ્ધ પાકિસ્તાનમાં તેમના દ્વારા કાર્યવાહી કરવાના રીત પર વિચાર કરવા માટે આપણે પાકિસ્તાત્નીઓ સાથે વાતચીત દ્વારા કાર્યવાહી કરવાના રીતો પર વિચાર કરવા માટે અમે પાકિસ્તાનીઓ સાથે વાતચીત ચાલુ રાખી છે. તેથી મને લાગે છે કે ટિપ્પણી સંપૂર્ણ રીતે યોગ્ય છે. તેઓ હિલેરી દ્વારા પાકિસ્તાનમાં અલકાયદા વિશે કરવામાં આવેલ ટિપ્પણી વિશે જવાબ આપી રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે હિલેરીએ અલકાયદા નેતાઓના ઠેકાણા વિશે ઈસ્લામાબાદની ચુપ્પી પર ટિપ્પણી કરી હતી.
એ પૂછવા પર કે શુ વ્હાઈટ હાઉસ માને છે કે હિલેરીની ટિપ્પણીઓ યોગ્ય છે. ગિબ્સે સકારાત્મક રૂપે માથુ હલાવીને આનો જવાબ આપ્યો.