ચીનમાં સ્વાઈન ફ્લૂથી આજે બે ના વધુ મોત થવાથી મરનારાઓની સંખ્યા વધીને છ સુધી પહોંચી ગઈ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આન થોડા દિવસો પહેલા જ સરકારે ચેતાવની આપી છે કે સ્વાઈન ફ્લૂથી છુટકારો મેળવવામાં દેશને માટે મોટો પડકાર છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના વેબસાઈટ પર કહેવામાં આવ્યુ છે કે એચ1એન1 વાયરસથી મરનારાઓની સંખ્યામં બેનો વધારો થયો છે. જો કે આના વિશે કોઈ વિસ્તૃત માહિતી આપવામાં નથી આવી.
સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત લોકોની સંખ્યા હજારોમાં પહોંચવા છતા ચીનમાં ઓક્ટોબરની શરૂઆત સુધી કોઈ મોત નથી થયુ. પરંતુ નિયમિત અધિકારિક ચેતાવણી વચ્ચે આનાથી મરનારોઓની સંખ્યા વધી રહી છે.
રાષ્ટ્રીય સ્ટેટ કૌસિલે બુધવારે નવી ચેતાવણી રજૂ કરી હતી. કૌસિલે પોતાના નિવેદનમાં કહ્યુ કે આવનારા સમયમાં મહામારીનો ફેલાવો ચાલુ રહેશે અને બચાવ અને નિયંત્રણની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ જશે.