તિબ્બતી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ આજે કહ્યુ કે ચીન તેની યાત્રાઓનુ હદથી વધુ રાજનીતિકરણ કરી રહ્યુ છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે તેમની યાત્રાનો હેતુ માત્ર આધ્યાત્મિક હોય છે રાજનીતિક નહી.
અહી આવેલ દલાઈલામાએ કહ્યુ કે તેમનુ માનવુ છે કે ચીની સરકાર તેમને એક સમસ્યા ઉભી કરનાર વ્યક્તિના રૂપમાં જુએ છે અને તેમની તાજેતરની વિદેશ યાત્રાઓના વધુ પડતા રાજનીતિક અર્થ કાઢ્યા છે. તેમણે કહ્યુ કે હુ જ્યારે પણ ક્યાય જઉ છુ તો ચીની સરકાર તેનુ વધુ પડતુ રાજનીતિકરણ કરી દે છે. મારુ ક્યાય પણ જવુ રાજનીતિક નથી. ચીનના કડક વિરોધ હોવા છતા બૌધ નેતાએ તાજેતરમાં તાઈવાનની યાત્રા કરી હતી, જેને ચીન પોતાનો એક ભાગ માને છે. દલાઈ લામા ભારતમાં નિર્વાસનમાં રહે છે.
ચીને દલાઈ લામાની આવતા મહિનાની ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશની પ્રસ્તાવિત યાત્રાનો પણ કડક વિરોધ કર્યો છે, જેને લઈને લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. દલાઈ લામાનો આઠ નવેમ્બરે પ્રદેશમાં આવેલ ત્વાંગ બૌધ્ધ મઠ જવાનો કાર્યક્રમ છે.