સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » પાક. પહોંચ્યા 1500 ભારતીય તીર્થયાત્રી
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાનમાં સતત બગડતી જતી સુરક્ષા સ્થિતિને લક્ષમાં લઈને ભારત સરકાર દ્વારા પોતાના નાગરિકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપવા છતાં પણ ગુરૂ નાનક જયંતી પ્રસંગે આશરે દોઢ હજાર તીર્થયાત્રી આજે અહીં આવી પહોંચ્યાં છે.

પાકિસ્તાનની ‘શરણાર્થી ન્યાસ સંપત્તિ બોર્ડ’ ના ઉપ નિદેશક ફરાજ અબ્બાસે જણાવ્યું કે, પ્રથમ ટ્રેનથી આશરે 1,500 તીર્થયાત્રી આવ્યાં છે અને બીજી ટ્રેનમાં આશરે 200 તીર્થયાત્રીઓ આવવાની સંભાવના છે.

અબ્બાસે પરીક્ષાના સમયમાં આટલી જંગી સંખ્યામાં ભારતીય તીર્થયાત્રીઓના આવવા પર સંતોષ વ્યક્ત કર્યો. આ અગાઉ, પાકિસ્તાની અધિકારીઓએ પોતાના ભારતીય સમકક્ષોથી ભલામણ કરી હતી કે, વિશેષ રેલગાડીઓથી સીમા પાર આવવાની મંજૂરી આપવામાં આવે જેનાથી ગુરૂ નાનક જયંતી પર આવવા ઈચ્છુક સિખ તીર્થયાત્રી આવી અને જઈ શકે.
સંબંધિત જાણકારી શોધો