સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » મારી યાત્રાની ભારત ચિંતા ન કરે : પ્રચંડ
Feedback Print Bookmark and Share
 

કોઈ પણ નેતાના કોઈ પણ દેશની યાત્રા કરવાથી નેપાળ અને ભારતના પ્રગાઢ સંબંધોને હાનિ ન પહોંચવાની વાત કરતા સીપીએન-માઓવાદી પ્રમુખના અધ્યક્ષ પ્રચંડે ભારતને કહ્યું કે, તે તેમની હાલની ચીન યાત્રાને લઈને ચિંતિત ન થાય.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતા ધીરેંદ્ર પ્રતાપ સાથેની મુલાકાતમાં પ્રચંડે કહ્યું કે, કોઈ નેપાળી અથવા ભારતીય નેતાની કોઈ દેશના પ્રવાસ પર જવાથી નેપાળ અને ભારત વચ્ચેના પ્રગાઢ સંબંધોને તોડી ન શકાય.

સુત્રોના અનુસાર બેઠક દરમિયાન પ્રચંડે કહ્યું કે, ભારત અને નેપાળ બન્નેને અલગ ન કરી શકાય અને દક્ષિણ એશિયાના પડોશીઓ વચ્ચે સંબંધોને મજબૂત કરવાના તેમના પ્રયત્નો પર કોઈએ શંકા કરવી ન જોઈએ.

પ્રચંડે પ્રતાપને કહ્યું કે, તેમની હાલની ચીન યાત્રાને લઈને તેમની મશાં પર શંકા કરવી ન જોઈએ.
સંબંધિત જાણકારી શોધો