સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ઓસ્ટ્રેલિયામાં નૌકા ડૂબી, 25 મર્યા
Feedback Print Bookmark and Share
 

ઓસ્ટ્રેલિયા નજીક હિંદ મહાસાગરમાં સ્થિત કોકોસ ટાપુ પાસે રવિવારે રાત્રે એક નૌકાના ડૂબી જવાથી 25 લોકોના મૃત્યુ નિપજ્યાં છે.
આ નૌકા પર 40 લોકો સવાર હતાં જેમાંથી 15 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર કાલે રાત્રે નૌકાના ડૂબતી વેળાએ વિદ્યુત તરંગો મળી આવતા કોસ્ટગાર્ડ અધિકારીઓએ બચાવ કાર્ય શરૂ કર્યુ.

આતંરિક બાબતોના પ્રવક્તા બ્રન્ડેન ઓ કોનોરે જણાવ્યું કે, બચાવ કાર્ય સંયોજક કેંદ્રથી મળેલી માહિતી અનુસાર નૌકા પર કુલ 40 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં.

ઓસ્ટ્રેલિયા બ્રૉડકાસ્ટિંગ કોર્પ રેડિયો અનુસાર નૌકાના ડૂબતી વેળાએ એક વ્યાપારિક જહાજે 15 લોકોને બચાવી લીધા. શંકા છે કે, નૌકામાં ગેરકાનૂની શરણાર્થી શામેલ હતાં.
સંબંધિત જાણકારી શોધો