સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » 40 લોકોને સ્વાઈન ફ્લૂ થયાં બાદ હોટલ બંધ
Feedback Print Bookmark and Share
 

સિનાઇયા પ્રાંતની એક હોટલમાં આયોજિત એક સમ્મેલનમાં ભાગ લેવા માટે આવેલા 40 લોકોને સ્વાઇન ફ્લૂની અડફેટે આવ્યાં બાદ અધિકારીઓએ આ હોટલને બંધ કરી દીધી છે.

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે તમામ 40 લોકોને હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યાં હતાં. તમામ લોકો ફ્લૂના ઈન્ફેક્શનની અડફેટમાં હતાં. તેમણે જણાવ્યું કે, ફ્લૂનું ઈન્ફેક્શન એક પુર્તગાલી મહિલા પ્રવાસીથી ફેલાયું, જેને લાંબી બીમારી બાદ બે દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી થવાથી ઈનકાર કરી દીધો હતો.

હોટલના મેનેજરે જણાવ્યું કે, સમ્મેલનમાં ભાગ લેવા માટે 31 દેશોથી લોકો આવ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે, ઈન્ફેક્શનથી પીડિત લોકોના સંપર્કમાં આવનારા અન્ય લોકોની શોધ કરવામાં આવી રહી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સ્વાઈન ફ્લૂ