રાવલપિંડીમાં હાઇ સિક્યુરિટી વિસ્તારમાં આવેલી એક હોટેલની બહાર અને પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટર નજીક સ્થાનિક સમય પ્રમાણે સવારે 10.40 વાગ્યે થયેલા બોમ્બ ધડાકામાં 24 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે 25 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયાં છે.
સ્થાનિય અધિકારીઓના જણાવ્યાનુસાર વિસ્ફોટક સામગ્રીને કાર અથવા બાઈક જેવા કોઈ વાહનમાં પ્લાન્ટ કરવામાં આવી હતી જે હોટલની બહાર પાર્ક કરવામાં આવ્યું હતું.
હાલ ઘટનાસ્થળે એમ્બ્યુલંસ અને ફાયરબ્રિગેડ ટુકડીનો કાફલો પહોંચી ગયો છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.