સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ચીનમાં ભૂકંપ, હજારો મકાન ધરાશાયી
Feedback Print Bookmark and Share
 

ચીનના દક્ષિણ પશ્વિમમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવામાં આવ્યાં જેમાં એક હજારથી વધારે મકાનો ધરાશાયી થવા અને 28 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. સ્થાનીય અધિકારીઓએ જણાવ્યું કે, ભૂંકપના આંચકાથી બહોળી સંખ્યામાં પાળતું જાનવરો મૃત્યુ પામ્યાં છે.

અમેરિકી સંગઠન 'જિયોલોજિકલ સર્વે' એ જણાવ્યું કે, યૂન્નાન પ્રાંતમાં આજે સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા 4.9 નોધવામાં આવી છે. આ સ્થાન મહત્વપૂર્ણ પ્રયર્ટન કેન્દ્ર ડાલીથી વધુ દૂર ન હતું.

ભૂકંપથી આશરે ત્રણ લાખ લોકો પ્રભાવિત થયાં છે પરંતુ કોઈના મરવાની હાલ સૂચના નથી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ચીન, ભૂકંપ