સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ઓસ્ટ્રિયામાં સ્વાઈન ફ્લૂથી પ્રથમ મૃત્યુ
Feedback Print Bookmark and Share
 

ઓસ્ટ્રિયા પ્રેસ એજેન્સીએ સમાચાર આપ્યા છે કે, ઇટાલીના દક્ષિણ ટિરાલ ક્ષેત્રની જર્મન ભાષી 11 વર્ષીય યુવતીનું એચ1એન1 વાયરસના સંક્રમણથી કાલે ઇંસબ્રક શહેરની હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે. તે છેલ્લા કેટલાયે દિવસોથી આઈસીયૂમાં હતી.

ઓસ્ટ્રિયાના સ્વાસ્થ્ય મંત્રી એલોઇસ સ્ટોઇજરે મૃતક યુવતીના પરિવાર પ્રત્યે સંવેદના પ્રકટ કરી છે અને કહ્યું છે કે, અલ્પાઇન ગણરાજ્ય આ બીમારીથી લડવા માટે પૂરી રીતે તૈયાર છે.

ગત સપ્તાહ, ઓસ્ટ્રિયા સ્વાસ્થ્ય પ્રશાસને સ્વેચ્છાથી મેડિકલ વ્યવસાયીઓ અને આ ક્ષેત્રથી જોડાયેલા લોકો માટે એચ1એન1 રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે.
સંબંધિત જાણકારી શોધો