પાકિસ્તાનમાં કરાચીના જુમા જોથ રેલવે સ્ટેશન પર બે ટ્રેનો એક બીજા સાથે અથડાતા મંગળવારે 12 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 35 લોકો ઘાયલ થયાં છે.
સુત્રોના જણાવ્યાનુસાર સિંધથી આવી રહેલી અલમા ઈકબાલ એક્સપ્રેસ સુપર પાર્સલ એક્સપ્રેસ સામે અથડાઈ હતી.
રેલવેના ઉચ્ચ અધિકારી આફતાબ મેનને જણાવ્યું કે, યાત્રી ટ્રેનના ચાલકને સિગ્નલ ન મળવા છતાં પણ તેણે ટ્રેન ક્રોસ કરી અને તે સામેથી આવી રહેલી માલગાડી સાથે અથડાઈ ગઈ.