ચીને તિબેટીઓના ધર્મગુરૂ દલાઈ લામા પર ભારત સાથે તેમના સંબંધ ખરાબ કરવાનો આરોપ લગાવતા મંગળવારે જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશની યાત્રા કરીને તે ચીન વિરુદ્ધ ભારતનો આક્રોશ ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
અત્રે જણાવાનું કે, દલાઈ લામાની આગામી સપ્તાહે અરુણાચલ પ્રદેશની યાત્રાનો ચીન પ્રખર વિરોધ કરી રહ્યું છે, કારણ કે, આ રાજ્યના અમુક ભાગો પર તે પોતાનો અધિકાર જતાવે છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મા શાઓઝુ દલાઈ લામા પર અગાઉ પણ 'અલગાવવાદી ગતિવિધિઓ' ચલાવાનો આરોપ લગાવી ચોક્યા છે. મા એ કહ્યું છે કે, ભારત સાથે ચીનના તણાવ માટે દલાઈ લામા જવાબદાર છે.