સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » જરદારીને હટાવવા ઈચ્છે છે જનરલ
Feedback Print Bookmark and Share
 

અમેરિકાની વિચાર સંસ્થા 'સ્ટ્રૈટફૉર' નું કહેવું છે કે, પાકિસ્તાનમાં સેનાના જનરલ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીને લોકતાંત્રિક અથવા રાજનીતિક રીતનો ઉપયોગ કરીને હટાવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. આ જનરલોને અંદેશો છે કે, ઓબામા સરકાર પાકિસ્તાની સેનાને પૂરી રીતે અસૈન્ય નિયંત્રણમાં લાવવા ઈચ્છે છે.

'સ્ટ્રૈટફૉર' અનુસાર કેટલાયે વર્ષો સુધી પાકિસ્તાન પર શાસન કરનારા જનરલોને ડર છે આગામી વર્ષે જ્યારે સેનાનું મોજૂદા નેતૃત્વ રિટાયર થશે તો જરદારી પોતાની વધેલી શક્તિઓ સાથે પસંદીદા જનરલને નિયુક્ત કરી શકે છે.

'સ્ટ્રૈટફૉર' નું કહેવું છે કે, પાકિસ્તાની સેના જરદારી સાથે ઓબામા પ્રશાસનને સંબંધોના શકની નજરથી જોવે છે. તેને ડર છે કે, બન્ને જનરલોનો દબદબાને નબળો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, લોકતાંત્રિક તાકતોના ઉદય અને તાલિબાન છાપામારોના વધતા પ્રભાવ વચ્ચે પાકિસ્તાની સેનાની શક્તિ નબળી પડી છે.
સંબંધિત જાણકારી શોધો