પાકિસ્તાને ભારત વિરુદ્ધ એક નવો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અતહર અબ્બાસે મંગળવારે દાવો કર્યો કે, પાકિસ્તાન પાસે આ વાતના ઘણા પૂરાવા છે કે, દક્ષિણી વજીરિસ્તાનમાં આતંકવાદને ભારત પ્રોત્સાહન આપી રહ્યું છે તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણાએ કહ્યું કે, પાકિસ્તાનની કોઈ સમસ્યાને ભારત પ્રોત્સાહન આપી રહ્યું નથી.
પાકિસ્તાનનો આ દાવો મનગઢંત છે. બલૂચિસ્તાનની સમસ્યા ખુદ પાકિસ્તાને પૈદા કરી છે.