ડેસ મોઇંસ (અમેરિકા), ગુરૂ, 5 નવેમ્બર 2009( 15:46 IST )
અમેરિકામાં એક બિલાડીમાં એચ-1એન-1 ના સંક્રમણનો મામલો સામે આવ્યો છે. પશુ સ્વાસ્થ્ય અને સંઘીય અધિકારીઓએ બિલાડીમાં સંક્રમણની પુષ્ટિ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, બિલાડીનો ગત સપ્તાહે ઉપચાર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેના સ્વાસ્થ્યમાં સુધાર થઈ રહ્યો છે.
સેંટર ફૉર ડિસીજ કંટ્રોલના પ્રવક્તા ટૉમ સ્કિનરે કહ્યું કે, ' અમે જાણીએ છીએ કે, પશુઓમાં રોગ થઈ શકે છે. જો કે, આવું પ્રથમ વખત બન્યું છે કે, સંક્રમણ બિલાડીઓ અને કુતરાઓમાં ફેલાઈ ગયું.'
બિલાડીનો ઉપચાર કરનારા ચિકિત્સક ડો. બ્રેટે કહ્યું કે, ' બિલાડી જે ઘરમાં રહેતી હતી તે ઘરના બે સભ્યોમાં પહેલા ફ્લૂના લક્ષણો દેખાયા હતાં.'