સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » વઝીરિસ્તાનમાં 33 આંતકવાદી ઠાર
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાનના ઉત્તરીય વઝીરિસ્તાનમાં તાલિબાનના વર્ચસ્વવાળા સરારોઘામાં પાકિસ્તાની ટુકડી સાથે સર્જાયેલી ભીષણ અથડામણમાં પાંચ સૈનિક અને 28 આતંકવાદી ઠાર મરાયા છે જ્યારે અમેરિકી ડ્રોને તાલિબાનને લક્ષ્યાંક બનાવીને કરેલા મિસાઇલ હુમલામાં અન્ય પાંચ આતંકવાદીઓનો જીવ ગયો છે.

તાલિબાનના વર્ચસ્વ ઘરાવતા વિસ્તારોમાં ત્રાસવાદીઓના ભારે પ્રતિકારનો સામનો કરીને પાકિસ્તાની સેના આગળ વધી રહી છે.

દક્ષિણ વઝીરિસ્તાનના લધા ખાતે છેલ્લા 24 કલાકથી ભીષણ લડાઇ ચાલુ છે અને પાકિસ્તાની ટુકડીએ લધા ફોર્ટ પર પોતાનો કબજો જમાવી લીધો હોવાનો દાવો કર્યો છે.
સંબંધિત જાણકારી શોધો