સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » 2000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય મુશ્કેલીમાં..
Feedback Print Bookmark and Share
 

વિદેશી વિદ્યાર્થીઓ માટેનો સૌથી પસંદીદા ગણાતો દેશ ઓસ્ટ્રેલિયામાં મેરેડિયન ઈન્ટરનેશનલ કોલેજ બંધ થઈ જતાં હાલ 2000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોલેજની નાણાંકીય પરિસ્થિતિ યોગ્ય ન હોવાથી કોલેજ પર તાળાં લગાડવાનો સમય આવી ગયો છે.

મેલબોર્ન અને સીડનીમાં આવેલી આ કોલેજ ક્વિસલેન્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે જેમાં સૌથી વધારે પંજાબ, ગુજરાત અને રાજસ્થાનના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

કોલેજ બંધ થઈ જવાથી સૌથી મોટો ફટકો ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટૂક સમયમાં જ ઓસ્ટ્રલિયન વડાપ્રધાન કેવિન રૂડ ભારતના પ્રવાસે આવવાના છે એ અરસા એજન્ટો વડાપ્રધાનને પરિસ્થિતિથી વાકેફ કરશે અને આ વિશે વૈકલ્પિક નિર્ણય લેવા માટે ભાર મૂકશે તેવી આશા સેવાઈ રહી છે.


સંબંધિત જાણકારી શોધો