સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » મનમોહન બાદ લાદેન દુનિયામાં સૌથી તાકતવર
Feedback Print Bookmark and Share
 

દુનિયાની સૌથી પાવરફુલ હસ્તિઓની લિસ્ટમાં આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથોસાથ દુનિયા માટે આતંકનો પર્યાય બની ચૂકેલા ઓસામા બિન લાદેન અને દાઊદ ઇબ્રાહિમનું પણ સ્થાન મળ્યું છે.

અમેરિકી મેગેજીન ફોર્બ્સ દ્વારા તૈયાર આ લિસ્ટમાં વડાપ્રધાન મનમોહન સિંહ, દેશના ટોપના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રતન ટાટાને શામેલ પણ કરવામાં આવ્યાં છે.

ફોર્બ્સના વાર્ષિક લિસ્ટમાં દુનિયાભરની કુલ 67 હસ્તિઓને શામેલ કરવામાં આવ્યાં છે. ઓબામા બાદ બીજા સ્થાન પર ચીનના રાષ્ટ્રપતિ હૂ ચિંતાઓ અને ત્રીજા નંબર પર રશિયાના વડાપ્રધાન વ્લાદિમીર પુતિન છે.

સૂચીમાં ચોથાસ્થાન પર અમેરિકી ફેડરલ રિજર્વના ચેરમેન બેન બર્નાન્કે અને પાંચમાં સ્થાન પર ગૂગલના સંસ્થાપક સર્જેઇ બ્રિન અને લૈરી પેજ છે.

ત્રણ ભારતીયોમાં મનમોહન સિંહને 36 માં નંબર છે જો કે, રિલાયંસ ઇંડસ્ટ્રીજના મુખિયા મુકેશ અંબાણીનું 44 માં અને ટાટા સમૂહના ચેરમેન રતન ટાટા 58 માં પાયદાન પર છે.
સંબંધિત જાણકારી શોધો