એશિયાની પોતીની પહેલી યાત્રા કરી રહેલ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એશિયામાં માનવધિકારોની સ્થિતિ પર પોતાના ભાષણમાં તિબ્બતનો ઉલ્લેખ નહી કરે.
રાષ્ટ્રીય ઉપ સલાહકાર બેન રોધ્સે ટોકિયોમાં સંવાદદાતાઓને કહ્યુ એ (ઓબામા)પોતાના ભાષણમાં તિબ્બતનો ઉલ્લેખ નહી કરે. તેઓ એ અધિકારો અને સ્વતંત્રતાન પ્રત્યે અમારી પ્રતિબધ્ધતાનો ઉલ્લેખ કરશે જે બધા લોકોને મળવી જોઈએ. ઓબામા આ સમયે જાપાનની યાત્રા પર છે અને આજે તોકિયોમાં એશિયા સંબંધી પોતાની વ્યાપક નીતિ પર તેમનુ ભાષણ છે. છેલ્લા કેટલાક વર્ષોથી મ્યામાં અને તિબ્બત પારંપારિક રૂપે અમેરિકાને માટે માનવાધિકારોનો મુદ્દો રહ્યો છે.
આ પહેલા ઓબામા તાજેતરમાં જ વોશિંગટનની યાત્રા કરનારા દલાઈ લામાને પણ નહોતા મળ્યા. તેમની સરકાર પર તેમની ચીન યાત્રા પહેલા તિબ્બત મુદ્દાને મહત્વ ન આપવાનો આરોપ લાગી રહ્યો છે. આ દરમિયાન વ્હાઈટ હાઉસે આ આરોપોનો ઈંકાર કર્યો છે.