સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » પેશાવરમાં આત્મઘાતી હુમલો, 10 મર્યા
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાનમાં હિંસાની સતત વધતી ઘટનાઓ વચ્ચે એક આત્મઘાતી હુમલાવરે શનિવારે પેશાવરના બહારી વિસ્તારમાં સ્થિત એક પોલીસ ચોકી પર ખુદને ફૂંકી માર્યો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 10 લોકો મૃત્યુ પામ્યાં અને 25 થી વધારે લોકો ઘાયલ થયાં છે. બીજી તરફ દક્ષિણી વજીરિસ્તાનમાં જારી સૈન્ય અભિયાનમાં સાત આતંકવાદી મૃત્યુ પામ્યાં.

હુમલાવરે પુશ્તખરા ચૌક પર સ્થિત તપાસ ચૌકી પર 50 કિલોગ્રામ વિસ્ફોટકોને એ સમયે ફૂંકી માર્યા જ્યારે તેને અહીં રોકાવાનો સંકેત આપવામાં આવ્યો. આ સ્થાન ખૈબર કબાઈલી ક્ષેત્રમાં પેશાવરમાં પ્રવેશ કરવા માટે મુખ્ય પ્રવેશ સ્થાન છે.

આ જબરદસ્ત વિસ્ફોટમાં તપાસ માટે ત્યાં લાઈનામાં ઉભેલા કેટલાક અન્ય વાહનોને પણ નુકસાન થયું. આ વિસ્ફોટ સાંજે ચાર વાગ્યેને 15 મિનિટે થયો એ સમયે નજીકમાં એક બસ ટર્મિનસ અને વ્યાવસાયિક ક્ષેત્રમાં બહોળી સંખ્યામાં લોકો મોજૂદ હતાં.

હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, બે બાળકો, બે મહિલાઓ અને બે પોલીસકર્મીઓ સહિત 10 લોકો મૃત્યુ પામ્યાં અને 25 થી વધારે લોકો ઘાયલ થયાં. તેમણે કહ્યું કે, મહિલાઓ સહિત કેટલાયે ઘાયલોની હાલત ગંભીર છે.
સંબંધિત જાણકારી શોધો