પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ જનરલ અશ્ફાક પરવેજ કયાનીએ દક્ષિણી વજીરિસ્તાનના અશાંત કબાઇલી ક્ષેત્રોનો પ્રવાસ કર્યો જ્યાં તાલિબાન વિરુદ્ધ સેનાનું જમીની અભિયાન જારી છે.
કયાનીએ તાલિબાનના બે ભૂતપૂર્વ ગઢ લાઢા અને સારારોગામાં પોતાના પ્રવાસ દરમિયાન ક્ષેત્રીય કમાંડરોંથી મુલાકાત કરી. આ બે ક્ષેત્રોમાં સેનાએ તાજેતરમાં જ નિયંત્રણ સ્થાપિત કર્યું છે.
સેના તરફથી જારી એક યાદી અનુસાર કયાનીએ અભિયાનની સફળતાની પ્રશંસા કરી. અફઘાનિસ્તાનથી જોડાયેલા આ ક્ષેત્રમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે સેના દ્વારા ગત માસે શરૂ કરવામાં આવેલા અભિયાન બાદ કયાનીનો દક્ષિણી વજીરિસ્તાનનો આ પ્રથમ પ્રવાસ હતો.
સેનાએ આ ક્ષેત્રમાં અત્યાર સુધી 540 થી વધારે આતંકવાદીઓએ ઠાર કર્યાનો દાવો કર્યો છે. તેમાં 60 થી વધારે સૈનિકાના મૃત્યુ નિપજી ચૂક્યાં છે.