સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » હેલીકોપ્ટર દુર્ઘટનામાં ત્રણના મૃત્યુ
Feedback Print Bookmark and Share
 

નેવાદા કૈલિફોર્નિયા રાજ્ય નજીક સ્થિત રેનોના ઉત્તરમાં આજે વહેલી સવારે તબીબી ટુકડીના એક હેલીકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થઈ જવાથી તેમાં સવાર ચાલક દળના ત્રણ સભ્યોના મૃત્યુ નિપજ્યાં.

સંઘીય ઉડ્ડયન પ્રશાસનના પ્રવક્તા ઇયાન ગ્રેગરે કહ્યું કે, હેલીકોપ્ટર એયરોસ્પાશિયલ એએસ350 કૈલિફોર્નિયાના લાસેન કાઉંટીથી ઉત્તર પશ્ચિમમાં આશરે 50 કિલોમીટર દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું. તેના પર સવાર તમામ ત્રણ લોકો મૃત્યુ પામ્યાં.

તેમણે કહ્યું કે, હેલીકોપ્ટરે રેનોના હોસ્પિતલમાં એક દર્દીને પહોંચાડ્યો હતો અને તે કૈલિફોર્નિયાના સુસેનવિલે પરત ફરી રહ્યું હતું. દુર્ઘટના અને ત્યાર બાદ લાગેલી આગમાં હેલીકોપ્ટર પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
સંબંધિત જાણકારી શોધો