સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » માર્ટિન નેસિરકી સ.રાના નવા પ્રવક્તા
Feedback Print Bookmark and Share
 

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને બ્રિટેનના વિદેશ મામલાના પત્રકાર માર્ટિન નેસિરકીને સંગઠનના નવા પ્રવક્તા ચૂંટ્યાં છે. નેસિરકી આ અગાઉ ત્રણ વર્ષ યૂરોપમાં સંગઠનના સુરક્ષા અને સહયોગ મામલાના મીડિયા પ્રમુખ રહી ચૂક્યાં છે.

નેસિરકી હૈતીની મિશેલ મોંટાસનું સ્થાન લેશે. મિશેલ એક જાન્યુઆરી, 2007 માં સંયુક્ત રાષ્ટ્રની પ્રવક્તા હતી. તે 30 નવેમ્બરના રોજ સેવાનિવૃત થઈ રહી છે.

નેસિરકી આ અગાઉ બાલ્કંસ, બર્લિન, મોસ્કો, ધિ હેગ અને સોલમાં રાયટર્સ સંવાદ સમિતિના પ્રતિનિધિ રહી ચૂક્યાં છે. હાલમાં તે વિયેના આધારિત 56 દેશોના સંગઠન ઓએસસીઈના પ્રવક્તા અને પ્રેસ અને સાર્વજનિક સૂચનાના પ્રમુખ છે.
સંબંધિત જાણકારી શોધો