સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ઈરાનમાં પાંચ વ્યક્તિને મૃત્યુદંડ
Feedback Print Bookmark and Share
 

ઈરાનના રાષ્ટ્રપતિ પદની વિવાદાસ્પદ ચૂંટણી બાદ પકડવામાં આવેલા પાંચ લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે અને 81 અન્ય લોકોને 15 વર્ષની જેલની સજા ફટકારાઈ છે.

સરકારી ટીવીની વેબસાઈટમાં તહેરાનના પ્રાંતીય ન્યાય મંત્રીના હવાલે કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી 89 લોકોના મામલાની સુનાવણી થઈ છે.

તેમાંથી પાંચને મૃત્યુની સજા અને 81 અન્યને છ માસથી 15 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. વકતવ્યમાં કહેવામાં આવ્યું છે જે પાંચ લોકોને મૃત્યુ દંડની સજા સંભળાવામાં આવી છે તેમને 'ક્રાંતિ વિરોધીઓના સભ્ય હોવા અથવા આતંકવાદીઓ તથા વિરોધી સમૂહો સાથે સંબંધ રાખવાના દોષી ઠેરાવવામાં આવ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ઈરાન, મૃત્યુદંડ