સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » મુજીબુર રહેમાનના હત્યારાઓને મૃત્યુદંડ
Feedback Print Bookmark and Share
 

બાંગ્લાદેશના સસ્થાપક શેખ મુજીબુર રહેમાનની વર્ષ 1975 માં હત્યાના પાંચ દોષીઓને મૃત્યુદંડની સજાની પુષ્ટિ કરતા ઉચ્ચ અદાલતે દોષીઓની અંતિમ અપીલને ફગોવી દીધીએ છે.

વરિષ્ઠ ન્યાયાધીશ તફજ્જુલ ઇસ્લામે આ ચૂકાદો સંભળાવ્યો. કોર્ટનો રૂમ ખચાખચ ભરેલો હતો અને સુરક્ષાનો સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. કોર્ટે દોષી જાહેર થયેલા 12 સૈનિકોમાંથી પાંચ સૈનિકોની અરજી ફગોવી દીધી.

કોર્ટે પંદર મિનિટમાં ચૂકાદો સંભળાવી દીધો. દોષી ઠેરાવાયેલા તમામ 12 ભૂતપૂર્વ સૈનિકોને હવે ફાંસી પર લટકાવામાં આવશે. વર્ષ 1998 માં ઢાકા કોર્ટે આ તમામને મુજીબુર રહેમાનની હત્યા માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

બાર દોષીઓમાંથી સાત ફરાર છે અને દેશની બહાર છે જ્યારે પાંચ દોષીઓએ સજા બદલવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટ વર્ષ 1975 ના રોજ રહેમાન અને તેમના પરિવારના મોટાભાગના સભ્યોને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ દેશની પ્રથમ સરકારને અપદસ્થ કરી દેવામાં આવી હતી.
સંબંધિત જાણકારી શોધો