અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને આજે કહ્યું છે કે, અમેરિકા અફઘાનિસ્તાનમાં વ્યાપ્ત વ્યાપક ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અફઘાન સરકાર પર દબાણ નાખતું રહેશે કારણ કે, અમેરિકી સેના વગર કોઈ મજબૂત સહયોગીએ ઉગ્રવાદને પરાસ્ત ન કરી શકે.
અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરજઈના બીજા કાર્યકાળના પ્રારંભ પ્રસંગે હિલેરી કાબુલ આવી છે. લોકોને આશા છે કે, કરજઈ પોતાના બીજા કાર્યકાળના પ્રારંભ પર પોતાના સંબોધનમાં સુધાર માટે ઠોસ વચનબદ્ધતાઓને રેખાંકિત કરશે.
વિદેશ મંત્રીના રૂપમાં પોતાની પ્રથમ યાત્રામાં બેઈજિંગથી કાબુલ રવાના થતા પૂર્વે ક્લિંટને પત્રકારોને કહ્યું કે, 'અમે ભ્રષ્ટાચારને લઈને ચિંતિત છીએ અને સ્વાભાવિક રીતે સમજીએ છીએ કે, આ પ્રશાસનની ગુણવતા અને ક્ષમતાને પ્રભાવિત કરે છે.