પાકિસ્તાનના પેશાવરમાં થયેલા એક ફિદાયીન હુમલામાં 18 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 30 લોકો ઘાયલ થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલો પેશાવરના ખેબર રોડ પર કચેરી નજીક થયો. કહેવામાં આવી રહ્યું છે કે, પગપાળા જઈ રહેલા એક ફિદાઈન હુમલાવરે કોર્ટ પરિસર નજીક સ્વયંને ફૂંકી માર્યો.
આ ધડાકામાં 18 લોકોના મૃત્યુ નિપજ્યાં અને 30 લોકો ઘાયલ થયાં છે. ધડાકા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સ્થળ પર બચાવ કાર્ય અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.