શ્રીલંકામાં આવેલ વિનાશક પૂરમાં રાજધાની કોલંબો અને તેની આસપાસના વિસ્તારમાં લગભગ 58 હજાર લોકો બેઘર થઈ ગયા છે
એક અધિકારીએ કહ્યુ અમારી પાસે 58 હજારથી વધુ લોકોની યાદી પડેલી છે. જે કોલંબો અને તેની આસપાસમાં પૂરને કારણે બેઘર થયેલા લોકોની છે. તેમણે કહ્યુ કે પૂરમાં હજારો ઘર તણાઈ ગયા જેનાથી લોકો અસ્થાઈ નિવાસોમાં આવીને રહેવા મજબૂર થયા. તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી કોઈ પ્રકારની જાનહાનિ થવાની સૂચના નથી.
અધિકારીએ કહ્યુ કે પાણીનુ સ્તર આજે ધીરે ધીરે થોડુ ઓછુ થયુ છે, પરંતુ શરણાર્થીઓને ત્યાંસુધી આ અસ્થાઈ સ્થળ પર રહેવુ પડશે જ્યાસુધી તેમનુ ઘર ફરીથી ન બની જાય.