સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » પાકિસ્તાની સેનાએ સાત આતંકવાદીઓને ઠાર કર્યા
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાની સેના દક્ષિણી વજીરિસ્તાનના કબાઈલી વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત કરી તાલિબાનના ઘણા વિસ્તારોનો સફાયો કરતા સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે.

સેનાએ આજે કહ્યુ કે સુરક્ષા બળોએ જ્યારે તાલિબાનના પૂર્વ ગઢ સરારોગાની નજીક આવેલ કિકરાઈમાં આતંકવાદીઓના સંતાવવાના એક અડ્ડા પર કાર્યવાહી કરી તો તેમા સાત આતંકવાદીઓ માર્યા ગયા. સેનાએ ટોર વામની આજુબાજુ સ્થિતિ મજબૂત કરવા અભિયાન ચલાવ્યુ અને હથિયારનો મોટો જથ્થો જપ્ત કર્યો.

સેનાએ કાનીગુરામ અને મકીનમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. અભિયાનો દરમિયાન સેનાએ મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કર્યા. સૈનિકોએ મકીનની નજીક ઈમાર ખેલ જાંગીમાં તપાસ અભિયાન દરમિયાન બે આતંકવાદીઓની લાશ જપ્ત કરી.

પાકિસ્તાની સેનાએ કહ્યુ કે દક્ષિણી વજીરિસ્તાનમાં સંઘર્ષમાં અત્યાર સુધી લગભગ 560 આતંકવાદીઓ ઠાર થયા છે અને 60થી વધુ સૈનિકોનુ મૃત્યુ થઈ ગયુ છે.
સંબંધિત જાણકારી શોધો