પૂર્વી કાંગોમાં એક યાત્રી વિમાનના પાયલોટને વાદળોને કારણે હવાઈ પટ્ટીને ન જોઈ શક્યો અને તેણે વિમાન બીજી જગ્યાએ ઉતારી દીધુ. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થઈ ગયા.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત એક રેડિયો સ્ટેશને જણાવ્યુ કે આ વિમાન કિનશાસાથી ગોમા જઈ રહ્યુ હતુ. રેડિયો ઓકામીએ જણાવ્યુ કે આકાશમાં કાળા વાદળો છવાયા હોવાથી આ વિમાન ગોમા હવાઈ મથક નજીક લાવામાં ઉતરી ગયુ. કાંગોમાં હાજર સંયુક્ત રાષ્ટ્ર મિશનના એક અધિકારીએ જણાવ્યુ કે વિમાનમાં 117 મુસાફરો સવાર હતા. જેમા ઉત્તરી કિવુ શહેરના ગવર્નર પણ હતા. જો કે કોઈને પણ કોઈ નુકશાન નથી થયુ.