પાકિસ્તાને આજે દાવો કર્યો કે ભારત સરકાર અને અલગાવવાદી કાશ્મીરી નેતાઓ વચ્ચે કોઈ વાતચીત તેમને જોડ્યા વગર સફળ નહી થાય.
પાક્સિતાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પોતાના ગૃહશહેર મુલ્તાનમાં સંવાદદાતાઓને કહ્યુ - આ પ્રકારની કોઈ પણ વાતચીત પાકિસ્તાનને જોડ્યા વગર સફળ નથી થાય. શ્રીનગરમાં મીરવાઈઝ ઉમર ફારૂકની અધ્યક્ષતામાં હુર્રિયતના નરપંથી ઘડાની બેઠકના એક દિવસ પછી તેમની આ ટિપ્પણી આવી છે.
આ બેઠક એ નિર્ણય માટે બોલાવવામાં આવી હતી કે શુ તેમને કેન્દ્ર સાથે વાતચીત કરવા આગળ વધવુ જોઈએ, જો કે આમા કોઈ નિર્ણય ન નીકળી શક્યો.
બેઠકમાં કેટલાક લોકોએ આગળ વધતા પહેલા હુર્રિયતના બહરના નેતાઓ સહિત બધા નેતાઓને વિશ્વાસમાં લેવાની વાત કરી.
કુરૈશીએ એ સમાચારને નકાર્યા, જેમા એવુ કહ્યુ હતુ કે શુ ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરોક્ષ સંપર્ક છે.