સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » ભારત-પાકિસ્તાન વચ્ચે સીધી વાતના પક્ષમાં છે ચીન
Feedback Print Bookmark and Share
 

ધમકી આપ્યા પછી ચીને ભારતને કહ્યુ છે કે તેમનો ઈરાદો ભારત-પાકિસ્તાન સંબંધોમાં મધ્યસ્થની ભૂમિકા ભજવવાનો નથી અને તેઓ બંને દેશો વચ્ચે સીધી વાતચીત કરવા માંગે છે.

ભારત સરકારના સૂત્રોએ કહ્યુ કે બીજિંગે નવી દિલ્લીને કહ્યુ છે કે ભારત-પાક બાબતે ત્રીજા પક્ષની ભૂમિકા નહી હોવાની તેમની વાતનુ તેઓ સન્માન કરે છે.

પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે વોશિગ્ટન જઈ રહેલ સૂત્રએ કહ્યુ કે ચીને કહ્યુ છે કે તેના આ વ્યવ્હારમાં બદલાવ નથી આવ્યો કે ભારત-પાકની વાતચીતની પ્રકૃતિ દ્વિપક્ષીય છે.

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ચીનના રાષ્ટ્રપતિ હુ જિતાઓ વચ્ચે બેઠક પછી બીજિંગમાં ગયા અઠવાડિયે ચીન-અમેરિકા સંયુક્ત નિવેદન પર ભારતે આપત્તિ બતાવી હતી. નિવેદનમાં ભારત-પાક સંબંધોનો ઉલ્લેખ હતો. ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ કોઈના દ્વારા પણ અભિભાવક બનવાને સ્વીકાર નહી કરે, પછી ભલે એ ચીન હોય, અમેરિકા હોય કે પછી બીજો કોઈ દેશ.
સંબંધિત જાણકારી શોધો