સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » પાકિસ્તાનમાં 15 આતંકવાદી ઠાર
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાનના અશાંત બજૌર કબાયલી વિસ્તાર અને દક્ષિણ વજીરિસ્તાનમાં સુરક્ષા ટુકડી દ્વારા ચલાવામાં આવી રહેલા અભિયાનમાં એક પ્રમુખ કમાંડર સહિત 15 આંતકવાદી મૃત્યુ પામ્યાં જ્યારે કેટલાયે અન્ય ઘાયલ થયાં.

બાજૌર કબાયલી ક્ષેત્રમાં ચલાવામાં આવેલા એક અભિયાનમાં એક પ્રમુખ કમાંડર સહિત દસ આતંકવાદી મૃત્યુ પામ્યા અને કેટલાયે અન્ય ઘાયલ થઈ ગયાં. ફ્રંટીયર કોર્પ્સના અધિકારીઓએ જણાવ્યું કે, બાજૌર એજન્સીના લોએસાન વિસ્તારમાં આ અભિયાન ચલાવામાં આવ્યું.

પાકિસ્તાની સૈનિકોએ દક્ષિણી વજીરિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધ ચલાવામાં આવી રહેલા અભિયાનમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરી દીધા જ્યારે એક સૈનિક ઘાયલ થઈ ગયો.

સેનાએ જણાવ્યું કે, આતંકવાદી એ સમયે મૃત્યુ પામ્યાં જ્યારે તાલિબાનના ભૂતપૂર્વ પ્રભાવવાળા સરાસોધા નજીક તલાશી અભિયાન દરમિયાન અથડામણ શરૂ થઈ. અથડામણમાં એક સૈનિક ઘાયલ થઈ ગયો અને 10 આઈઈડી નિષ્ક્રિય કરવામાં આવ્યાં.
સંબંધિત જાણકારી શોધો