રશિયાના પ્રથમ અસૈન્ય અવકાશ યાત્રી અને ખ્યાતનામ વિમાન ડિઝાઈનર પ્રોફેસર કોંસ્ટાટિન ફેયોક્તિસ્તોવનું અહીં 83 વર્ષની ઉમરમાં નિધન થયું છે. સુત્રોના અનુસાર ફેયોક્તિસ્તોવ સોવિયત સંઘના પ્રથમ અને એકમાત્ર અવકાશ યાત્રી હતા જે સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય ન હતાં.
સોવિયત સંઘના હીરો ફેયોક્તિસ્તોવે વર્ષ 1964 માં 'વોસ્ફોદ' શ્રેણીના ત્રણ સેટોવાળા યાનથી પ્રથમ વખત અવકાશ માટે ઉડાણ ભરી હતી.