સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » બર્લુસ્કોની પર ફરી વિવાદોમાં...
Feedback Print Bookmark and Share
 

લાગે છે કે, ઈટાલીના વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની અને વિવાદોનો હમેશા સાથ રહ્યો છે. આ વખતે ફરી બર્લુસ્કોની વિવાદોમાં ઘેરાઈ ગયાં છે. આ વખતે તેમના પર એક એસ્કોર્ટ ગર્લે આરોપ લગાવ્યો છે કે, તેનું શારીરિક શોષણ કર્યા બાદ તેના પર હુમલો કરવામાં આવ્યો અને તેને ધમકાવામાં આવી.

પેટ્રીજિયા ડી એડડેરિયો નામની યુવતીએ આ આરોપ પોતાના પુસ્તકમાં લગાવ્યો છે. આ પુસ્તકમાં પૈટ્રીજીય અને 73 વર્ષના બર્લુસ્કોનીની ગત વર્ષે યોજાયેલી એક મુલાકાતનો ઉલ્લેખ છે. ગ્રૈડિસ્કા પ્રેજિદેંતે નામના પુસ્તકના કેટલાક અંશ એક ઈટાલિયન વર્તમાનપત્રમાં છપાયા છે.

વર્તમાનપત્રએ પુસ્તકના હવાલે લખ્યું છે કે, પૈટ્રીજિયાએ એક વર્ષ પહેલા એક રાત્રે કેવી રીતે બર્લુસ્કોની સાથે પસાર કરી જ્યારે અમેરિકામાં ચૂંટણી યોજાઈ.
સંબંધિત જાણકારી શોધો