શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ નિર્ધારિત સમયથી બે વર્ષ પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે એ જાહેરાત પર હસ્તાક્ષર પણ કરી દીધા છે. આ સાથે જ મહીનાઓથી ચાલી રહેલી એ અટકળો પર પણ વિરામ લાગી ગયો છે કે, તે સંસદીય ચૂંટણી કરાવશે કે, રાષ્ટ્રપતિ ચૂંટણી કરાવશે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2010 માં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે.