સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » આર્થિક સંબંધો મજબૂત કરશે ભારત-અમેરિકા
Bookmark and Share Feedback Print
 

PTI
ભારત અને અમેરિકાએ મંગળવારે કહ્યુ કે નાણાકીય સંકટથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થામાંથી બહાર આવવા માટે પરસ્પર આર્થિક મદદ વધારશે. આ સાથે જ બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વધારવાની મંજૂરી બતાવી, જેનાથી રોજગારના વધુ અવસરોનુ સૃજન થાય અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને ગતિ મળી શકે.

પ્રધાનમંત્રી મનમોહનસિંહે અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં કહ્યુ કે અમારી વચ્ચે પરસ્પર વેપાર રોકાણ અને આર્થિક મદદ વધુ વધારવાની સહમતિ થઈ છે. પરસ્પર મદદ આ રીતે વધારવામાં આવશે, જેનાથી રોજગારની તક ઉભી થાય અને સમૃધ્ધિ વધે.

મનમોહને કહ્યુ કે વૈશ્વિક આર્થિક સંકટે આ વાતની હકીકત સામે લાવી દીધી છે કે સમૃદ્ધિને માટે બંને દેશોના પરસ્પર સંબંધ મહત્વપૂર્ણ છે. અમે આ વાત પર સહમત છીએ કે જે દુનિયામાં આપણે રહીએ છીએ તેના પડકારોનો સામનો કરવા માટે ભારત-અમેરિકા સંબંધો મહત્વપૂર્ણ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ભારત, અમેરિકા