સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » પરમાણુ કાર્યક્રમમાં ઈરાનને સહયોગ નહીં : રશિયા
Bookmark and Share Feedback Print
 

રશિયાએ અમેરિકી મીડિયામાં આવેલી ખબરોનું ખંડન કરતા કહ્યું છે કે, તેણે તેહરાનના પરમાણું કાર્યક્રમમાં તેને કોઈ મદદ આપી ન હતી. રશિયાએ પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી)ની પોતાની બાધ્યતાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.

ગત સપ્તાહ વોશિંગટન આધારિત નૉન પ્રોલિફરેશન પૉલિસી એજુકેશન સેંટરના કાર્યકારી નિદેશક હેનરી સોકોલ્સ્કીએ વોશિંગ્ટન ટાઇમ્સમાં લખેલા પોતાના લેખમાં તેહરાનના પરમાણુ કાર્યક્રમમાં રશિયાની ભૂમિકા સંબંધી આરોપ લગાવ્યાં હતાં.

આરોપોને ‘નિરાધાર' જણાવતા વિદેશ મંત્રાલયે પોતાના વકત્વ્યમાં કહ્યું કે, ઈરાનમાં પરમાણુ હથિયારોનું નિર્માણ અમારા માટે પણ એટલું જ અસ્વીકાર્ય છે જેટલું અમેરિકા માટે, અમે એ કેટલીયે વાર કહી ચૂક્યાં છીએ. એટલા માટે એ દાવો કે રશિયા ઈરાનને પરમાણું હથિયાર બનાવામાં મદદ કરી રહ્યું છે તે કોઈ પણ રીતે સત્ય નથી.

વક્તવ્ય અનુસાર ‘એનપીટી પર હસ્તાક્ષરકર્તા દેશ હોવાના નાતે, રશિયા અપ્રસાર પ્રતિબદ્ધતાઓં પ્રત્યે પૂર્ણ સમર્પિત છે. અમે ઈરાન સાથે પરમાણુ સહયોગ કરતી વેળાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમા પ્રતિનિધિઓને ધ્યાનમાં રાખીએ છીએ.
સંબંધિત જાણકારી શોધો