સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » બ્રિટિશ તપાસમાં થયો ઈરાક યુદ્ધ સંબંધી ખુલાસો
Bookmark and Share Feedback Print
 

ઇરાક યુદ્ધમાં બ્રિટેનની ભૂમિકા વિષે પ્રથમ વ્યાપક સ્તરની તપાસ એ પૂરાવાઓ સાથે થઈ કે, ટોની બ્લેયરના નેતૃત્વમાં દેશના આ યુદ્ધમાં શામેલ થયાંના બે વર્ષ પહેલા જ અમેરિકા લડાઈની તૈયારી કરી રહ્યું હતું.

અમેરિકા દ્વારા થયેલા હુમલાના છ વર્ષથી વધુ સમય બાદ શરૂ થયેલી સાર્વજનિક તપાસમાં તે સમયના બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેયર જાન્યુઆરીમાં જુબાની આપશે.

સુનાવણીના પ્રથમ દિવસે ટોચના અધિકારીઓએ તપાસ પંચને જણાવ્યું કે, કેવી રીતે અમેરિકી તત્ર 2003 ના હુમલાઓના બે વર્ષ પહેલા જ સદ્દામ હુસૈનને અપદસ્થ કરવા પર વિચાર કરી રહ્યું હતું.

જો કે, તેમણે કહ્યું કે, બ્રિટેને પોતાને તેનાથી દૂર રાખ્યું અને તે અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001 ના રોજ આતંકવાદી હુમલાઓ સુધી અમેરિકી યોજનાથી ખુદને અલગ રાખતું રહ્યું.

તપાસ પંચના અધ્યક્ષ જોન ચિલ્કોટે કહ્યું કે, આ તપાસમાં કોઈ ખાસ વ્યક્તિને કેન્દ્રમાં રાખવામાં આવી રહ્યો નથી. અમે કોઈને પણ અપરાધી અથવા નિર્દોષ ન ઠેરવી શકીએ. આ કામ કોર્ટ કરે છે પરંતુ હું અહીં એ સંકલ્પ કરું છું કે, તપાસ પૂર્ણ થવા પર તેમાં જેનો પણ દોષ જોવા મળશે તેની આલોચના કરવામાં હું ઝીઝક નહીં અનુભવું.
સંબંધિત જાણકારી શોધો